Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં કોરોના અંગે મ.ન.પા.ની કામગીરીનું નિરીક્ષણ કરતી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ

સુરત : કોરોના વાયરસના કેસો હાલ શહેરમાં દિન - પ્રતિદિન વધી રહેલ છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા આ કોરોના વાયરસના સંક્રમણની સાંકળને તોડવા વિવિધ સઘન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકારના ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈ.સી.ઍમ.આર) ન્યુ દિલ્હીની ટીમમાં ડો.તરૂણ ભટનાગર - વૈજ્ઞાનિક, ડો.યોગેશ કે. ગુરવ - વૈજ્ઞાનિક, ડો. રૂબેશકુમાર - સલાહકાર સહિતની અધિકારીઓની ૧ ટીમ અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ૩ ટીમોમાં ડો.સંદિપ ઍસ. જાડગદંડ - ડેપ્યુટી વી. કે. રાજન - ડાયરેકટર (ઍન.સી.ડી.સી.), ડો.અશોક કુવાલ - આસી. પ્રોફેસર ઍઈમ્સ જાધપુર, વી.કે.રાજન - ડાયરેકટર મિનિસ્ટ્રી ઓફ હોમ અર્ફેસ, ડો.અમોલ પાટીલ - પબ્લીક હેલ્થ સ્પેશ્યાલીસ્ટ RoHFEઅમદાવાદ, ડો.કપૂરચંદ ચૌધરી - મેડીસીન સ્પેશ્યાલીસ્ટ સફદરગંજ હોસ્પિટલ - ન્યુ. દિલ્હી, શ્રી પ્રહલાદ સિંઘ દંગવાલ - ડેપ્યુટી સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હોમ અર્ફેસ, ડો.દેશ દિપક - CMO (SAG) ડિપાર્ટમેન્ટ ઓફ રેસ્પીરેટરી મેડીસીન, RML હોસ્પિટલ ન્યુ. દિલ્હી, ડો.અનિલકુમાર - ડાયરેકટર રૂરલ હેલ્થ ટ્રેનીંગ સેન્ટર નજફગઢ, કિશનકુમાર - ડાયરેકટર, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સહિતના તજજ્ઞો સુરતની બે દિવસની મુલાકાતે આવેલ છે.

આજરોજ સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતી ટેસ્ટીંગ, કોન્ટેકટ ટ્રેસીંગ, ધન્વંતરી ઓરગ્ય રથ, સંજીવની રથ તથા કોરોના સંક્રમિતવિસ્તારોને કન્ટેઈન્મેન્ટ કરવાની કામગીરી, વેકસીનેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવા ત્રણ ટીમ બનાવવા આવેલ. જેમાં ટીમ નં.૧ ડો.સંદીપ જાડગદંડ, ડો.અશોક કુણાલ, શ્રી વી.કે. રાજની ટીમ દ્વારા રાંદેર ઝોનન મુલાકાત કરવામાં આવેલ હતી. જેમાં યોગેશ્વર પાર્ક ખાતે કન્ટેન્ટમેન્ટ ઍરીયા, પાલ સી.ઍચ.સી. ખાતે કોવિડ ટેસ્ટીંગની કામગીરી તથા ઈશિતા પાર્ક કોમ્યુનિટી હોલ કોવિડ વેકશીનેશન સેન્ટરની મુલાકાત લીધેલ હતી. ટીમ નં.૨ ડો.અમોલ પાટિલ, ડો.પારસ કથુરીયા, શ્રી પ્રહલાદસિંહ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત  કોવિડ હોસ્પિટલની મુલાકાત, શ્રી જી ઍપાર્ટમેન્ટ નાનપુરા ખાતે કન્ટેન્ટમેન્ટ ઍરીયાની કામગીરી, રૂસ્તમપુરા વેકશીનેશ સેન્ટરની મુલાકાત, મહાવીર હોસ્પિટ અને જીમ લેબની મુલાકાત લીધેલ હતી. ટીમ નં.૩ દ્વારા ડો.દેશ દીપક, ડો.અનિલકુમાર, શ્રી ક્રિશનકુમાર દ્વારા અલથાણ હેલ્થ સેન્ટર કોમ્યુનીટી હોલ ખાતે આવેલ વેકસીનેશન સેન્ટર તથા કન્ટેન્ટમેન્ટ ઍરીયા- અનુપમ હાઈટ્સ તથા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધેલ હતી. આ ટીમો દ્વારા સુરત શહેર ખાતે કાર્યરત કોવિડ અટકાયતની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતું.

(6:22 pm IST)