Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદમાં ગુનેગારો બેફામ: અમરાઈવાડીમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ કોવિડના નિયમોનું પાલન કરાવવામાં એટલી હદે વ્યસ્ત છે કે, ગુનેગારો બેફામ બની ગયા છે. અમરાઈવાડીમાં એક દિવસમાં બે હત્યા તે વાતનો પુરાવો આપે છે. અમદાવાદમાં હિસ્ટ્રી શીટર અને ગુનેગારો બેફામ બન્યા છે. જેમાં એક યુવકને ઢોર માર માર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં મહિલાની બાબતમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. બન્ને બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે બન્ને ગુનામાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં લવકુશ ગોસ્વામી તેમની પત્ની, 3 સાળા એક સાળી અને બાળકો સાથે રહે છે. લવકુશ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે તેનો નાનો સાળો ચંદન (..21) અમરાઈવાડી વિસ્તારમાં અલગ-અલગ ગોડાઉનમાં ટાઈલ્સની ગાડી ખાલી કરવાનું કામ કરતો હતો. શુક્રવારે રાત્રીના સમયે લવકુશભાઈ ઘરે આવ્યા, ત્યારે ચંદન ઘરે હાજર ના હોવાથી તેમણે તેમની પત્નીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, ચંદન ટાઈલ્સની ગાડી ખાલી કરવા માટે ગયો છે.

દરમિયાન એક અજાણ્યા નંબર પર લવકુશભાઈને ફોન આવ્યો અને જણાવ્યુ હતુ કે, તમારો સાળો ચંદન ગૌસ્વામી રામરાજ્યનગર પાસે આવેલ કાનજીભાઈ દેસાઈના મકાનની બાજુમાં મુતરડી પાસે લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો છે. જેથી લવકુશભાઈ તેમના બે સાળા સાથે તે જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાંથી ચંદનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ચંદનને કોઈ અજાણ્યા શખ્સોએ લાકડી અને બોથડ પર્દાથ વડે શરીર પર ઢોર માર માર્યો હતો અને નાસી ગયા હોવાનું બહાર આવ્યું હતુ.

ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ લવકુશભાઈની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. જો કે બીજા દિવસે શનિવારે સવારે સારવાર દરમિયાન ચંદનનુ મોત નિપજ્યુ હતુ. આથી અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જોકે પોલીસ હજુ સુધી આરોપીની ભાળ મેળવી શકી નથી.

અન્ય એક બનાવમાં અમરાઈવાડી વિસ્તારમાં મહિલાની બાબતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આમ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે, પરંતુ પોલીસ નિષ્ક્રિયતાના કારણે લોકો ભયના ઓથામાં રહેવા મજબૂર બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(5:52 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા ફાટી નીકળી : બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી : સુરક્ષાદળોની રાયફલ ખુંચવી લેવાનો પ્રયાસ થતા કરાયેલા ફાયરિંગથી 4 લોકોના મોત : આ અગાઉ મતદાન સમયે પ્રથમવાર મત આપવા આવેલા યુવાનની હત્યા કરી દેવાઈ હતી : કુલ પાંચ મોત : ચૂંટણી પંચે અહેવાલ માંગ્યો access_time 12:59 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:44 pm IST

  • રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની જાહેરાત, સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે. access_time 6:52 pm IST