Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં લાયસન્સ વગર ભાજપે રેમડેસિવીર ઇન્જેકશનનો આટલો મોટો જથ્થો કેવી રીતે આપ્યો ? ભાજપને ભીંસમાં લેવા પ્રયાસ

ગાંધીનગરઃ Drug licence વગર આટલો સ્ટોક રાખવો drugs and cosmatic Act હેઠળ ગુન્હો બને છે. ત્યારે સુરતમાં ભાજપના કાર્યાલયમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ભેગો કરી વિતરણ કરાતા સવાલ ઉઠી રહ્યા છે.

ભાજપના ઉધના કાર્યાલયમાંથી રેમડેસિવીર ઇજેક્શનનું ભાજપ તરફથી કરાયેલા વિતરણને લઈને રાજકીય ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓએ ભાજપ પર માછલાં ધોયા હતા.એટલે સુધી કે સામાન્ય પ્રજાને એક ઇજેક્શન મેળવવા રઝળપાટ કરવો પડે છે ત્યારે ભાજપને આટલા મોટા પ્રમાણમાં કોણે ઇજેક્શનનો જથ્થો પૂરો પાડ્યો વગેરે સવાલ ઉઠાવીને ભાજપને ભીંસમાં લેવાનો રીતસર પ્રયાસ કર્યો છે.

ભાજપે 1,000 ઇજેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે. જેમાંથી સુરત શહેરમાં 700, નવસારીમાં 100 તથા સુરત જિલ્લામાં 200 થી વધુ ઈંજેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રમુખ પાટીલે ઇંજેક્શન વિતરણની ખાતરી આપીઃ ભાજપ

ભાજપ પ્રદેશ મીડિયા વિભાગની જાહેરાત મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ સી.આર.પાટીલે ગઇકાલે સુરત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી અને મુલાકાત દરમ્યાન કોવિડ દર્દીના સ્વજનો દ્વારા રેમડેસિવીર ઈંજેક્શન ની જરૂરીયાત સંદર્ભે લાગણી અને માંગણી કરતાં તેમણે 10 એપ્રિલ ના રોજ 5000 રેમડેસિવીર ઈંજેકશન જરૂરિયાતમંદોને નિશુલ્ક આપવાની ખાતરી આપી હતી. તથા ભાજપ કાર્યાલય ખાતે વિતરણ કરવા કહ્યું હતું.

ટોકન પદ્ધતિથી રેમડેસિવીર ઇંજેક્શનનું વિતરણ

આજે 10 એેપ્રિલના રોજ પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારે 10 કલાકે લાભન્વિત સ્વજનો ને ટોકન પદ્ધતિ દ્વારા રેમડેસિવીર ઈંજેકશનનું શાંતિપૂર્ણ વાતાવરણ માં વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે થકી સુરત શહેર માં 700, નવસારીમાં 100 તથા સુરત જિલ્લા માં 200 થી વધુ ઈંજેકશન નું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રજા સેવાકીય કાર્યમાં મહામંત્રી કિશોરભાઇ બિંદલ , પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઇ બગદાણા , ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ સંદીપ દેસાઇ , શહેરના હોદ્દેદારો, દક્ષિણ ઝોન ના મીડિયા કન્વીનરો – સહ કન્વીનરો સહિત કાર્યકર્તા જોડાયા હતા.

(5:23 pm IST)