Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સાબરકાંઠા જિલ્લાના છેવાડે આવેલ પોશીના તાલુકાના કોલન ગામે ખાણખનીજ વિભાગની ટીમના દરોડા: ગેરકાયદેસર માટીનું ખનન કરતા બે ટ્રેકટરો જપ્ત કરવામાં આવ્યા

સાબરકાંઠા:જિલ્લાના છેવાડે આવેલા પોશીના તાલુકાના કોલન ગામેથી શુક્રવારે ખાણખનિજ વિભાગની ટીમે સાદી માટીની બિન અધિકૃત રીતે ખનન અને વહન કરતા એક જેસીબી તથા બે ટ્રેક્ટરોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા ખાણખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સુભાષભાઈ જોષીના જણાવાયા મુજબ તેમને એવી માહિતી મળી હતી કે પોશીના તાલુકાના કોલન ગામે કેટલાક શખ્સો ખાણખનીજ વિભાગની પરવાનગી વિના સાદી રેતીનું ખનન અને વહન કરી રહ્યા છે. જે આધારે ખાણખનિજ વિભાગની ટીમ તથા પોશીના મામલતદારે શુક્રવારે કોલન ગામે જઈને તપાસ કરતા એક જેસીબીની મદદથી બે ટ્રેક્ટરોમાં રેતી ભરીને વહન કરાતુ હતું જેથી તપાસ કર્તા અધિકારીઓએ તરત જ જેસીબી અને બે ટ્રેક્ટરોને ઝડપી લઈ તેમની વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

(4:46 pm IST)