Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

બાયડ સહીત અરવલ્લી જિલ્લામાં કોરોનાના કારણોસર મંદિર સહીત દોઢ પર પર્યટકો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

બાયડ :બાયડ સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટતા સામાજિકધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે બાયડના ઝાંઝરી મંદિર અને ધોધ પર પર્યટકોને ભેગા થવા પર જિલ્લા કલેક્ટર દ્વારા રોક લગાવવામાં આવી છે. જે કોઈ લોકો હુકમનો ભંગ કરશે તો કાનુની પગલા લેવામાં આવશે.

ગુજરાતભરમાં કોરોનાએ કહેર વર્તાવતા સરકાર દ્વારા ધીમે ધીમે કડક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે બાયડ તાલુકાના ઝાંઝરી મંદિરે અને ધોધની મજા લેવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવે છે પરંતુ હાલમાં બાયડ સહિત અરવલ્લી જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે તંત્ર દ્વારા એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે.

જિલ્લા કલેક્ટર દ્વારા બાયડના ઝાંઝરી મંદિર અને ધોધ પર પર્યટકોના ટોળા એકત્ર ન થાય તે માટે રોક લગાવી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાનુની પગલા લેવામાં આવશે.

(4:45 pm IST)