Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વિજયનગર તાલુકાના ચંદવાસા ગામે સરપંચને બાઈક પર ઘરે મુકવા જઈ રહેલ શખ્સ પર લાકડીથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વિજયનગર: તાલુકાના ચંદવાસાના લક્ષ્મણભાઇ કાનજીભાઇ નિનામાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગઇ તા. ૨૫-૦૩-૨૦૨૧ના રોજ સાંજના આશરે પાંચેક વાગેના સુમારે લક્ષ્મણભાઇ તથા ગામના રમણભાઇ નારણભાઇ બોદર તેમનું મોટર સાઇકલ લઇ ગામના માજી સરપંચ બાબરાજી ડામોરને તેઓના ઘરે મૂકવા ગયા હતા અને તેઓને ઉતારી પરત આવતા હતા તે દરમ્યાન આશરે સવા પાંચેક વાગ્યાના સુમારે માજી સરપંચના ઘરેથી થોડેક દૂર જતા લક્ષ્મણભાઇ ઉપર ફોન આવતા તેઓ વાતચીત કરતા હતા તે દરમ્યાન ગામના ઝુમાજી થાવરાજી ડામોર લાકડી લઇ લક્ષ્મણભાઇ પાસે આવ્યા હતા અને કહેલ કે અમારે સરપંચ સાથે વિરોધ છે અને તમો કેમ મૂકવા આવ્યા હતા તેમ કહી બિભત્સ શબ્દો બોલવા લાગતા લક્ષ્મણભાઇએ આવા શબ્દો બોલવાની ના પાડતા ઝુમાજી ડામોર ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંની લાકડી લક્ષ્મણભાઇના ડાબા પગની પાછળના ભાગે મારતા તેણે બુમાબુમ કરતા તેની સાથે આવેલ રમણભાઇ બોદર વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવતા આ સામાવાળા ઝુમાજી જતા જતા કહેતા હતા કે આજ તું બચી ગયો છે. પરંતુ એકલો માળેથી તને જાનથી મારી નાખીશ.. તેવી ધમકી આપી જતો રહ્યો હતો.

(4:45 pm IST)