Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતના કતારગામમાં ઉછીના આપેલ 6 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની સજાની સુનવણી

સુરત:શહેરના: કતારગામના ફાયનાન્સર પાસેથી મેળવેલી ધિરાણના પેમેન્ટ તરીકે આપેલા 6 લાખના ચેક રીટર્નના કેસના આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.પી.પરમારે દોષી ઠેરવી એક વર્ષની કેદ,ચેકની દોઢગણી રકમ 9 લાખ ફરિયાદીને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.

કતારગામ કુબેરનગર ખાતે ફાયનાન્સનું કામ કરતાં ફરિયાદી ઘનશ્યામ દીયોરાએ વર્ષ-2017 દરમિયાન મિત્રતાના સંબંધના નાતે આરોપી મનસુખ બટુક બલર(રે.શ્રીનીધિ રેસીડેન્સી,મોટા વરાછા)ને રૃ.6 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપી મનસુખ બલરે લખી આપેલા ચેક  રિટર્ન થતા કોર્ટ ફરિયાદ કરી હતી. આજે કેસની ઓનલાઇન સુનાવણી થઇ હતી. લાંબા સમયથી આ કેસની કાર્યવાહીમાં આરોપી હાજર રહેતા ન હોઈ કાનુની જોગવાઈ મુજબ આરોપીની ગેરહાજરીમાં કેસનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

(4:44 pm IST)