Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વડોદરાના તરસાલી નજીક કોરોના પોઝીટીવ સાસુને મળવા જવાની પરિણીતાએ ના કહેતા પતિએ ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

વડોદરા : શહેરમાં કોરોના પોઝિટિવ સાસુને મળવા નહી જનાર પરિણીતાને પતિએ માર માર્યો હતો.જે અંગે પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તરસાલી બાયપાસ અવધ રેસિડેન્સિમાં રહેતા હેતલબેન દિલીપભાઇ બારોટે પોલીસને જણાવ્યું છે કે,હું દલાલ લેબોરેટરીમાં નોકરી કરૃ છુ.મારા પતિ એસ.આઇ.એસ.સિક્યુરિટી માં નોકરી કરે છે.મારા સાસુ છેલ્લા તેર દિવસથી કોરોનાના કારણે હોમ ક્વોરન્ટાઇન છે.અને અમારી સોસાયટીમાં જ બીજા મકાનમાં રહે છે.આજે હું મારા ઘરે હાજર હતી.ત્યારે મારા પતિએ મને જણાવ્યુ ંહતું કે,તું મારી માતા કુમુદબેનને મળવા કેમ જતી નથી.મારા પતિ મને બોલતા હોય મે તેમને ગમેતેમ બોલવાની ના પાડી હતી.મારા પતિએ ઉશ્કેરાઇને મને ગડદાપાટુનો માર માર્યો  હતો.આ અંગે મેં મારી બહેનને વાત કરતા મારી બહેનના નણંદના પતિ ભૂપેન્દ્રભાઇ મારા પતિને સમજાવવા અમારા ઘરે આવ્યા હતા.

મારા  પતિએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો.અને તમે અહીંયા કેમ આવ્યા ,તમને કોણે બોલાવ્યા,તેવું કહીને ઝઘડો કર્યો હતો.મારા પતિએ મને ધમકી આપી હતી કે,તમે અમારી વાત નહી માનો તો જાનથી મારી નાંખીશ.

(4:42 pm IST)