Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ડીઆઈજી એમ.કે.નાયક કોરોના સામે પરાસ્ત, દુઃખદ નિધન : આઈપીએસ અફસરે જીવ ગુમાવ્યાની ગુજરાતની પ્રથમ ઘટના

કોરોનાની પ્રથમ લહેર વખતે જેલ કેદીઓનો જીવ બચાવવા ઝઝુમનાર ખૂદ કોરોના સામે જંગ હારી ગયા : ગુજરાતના જેલ વડા ડો. રાવ, આઇપીએસ એસો.ના અગ્રણી નરસિંહમા કોમારથી માંડી નાયબ જેલ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા તથા પીઆઇ નયન ચોહાણ દ્વારા સ્વ.ના કાર્યો અકિલા સમક્ષ વર્ણવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

રાજકોટ તા. ૧૦ : કોરોના મહામારી દરમ્યાન પ્રજાનો જીવ બચાવવા સતત પ્રયત્નશીલ પોલીસ સ્ટાફ સંક્રમિત થવા સાથે પોતના જીવ ગુમાવ્યાની શૃંખલામાં ડીઆઈજી લેવલના સિનિયર આઇપીએસ ડો. એમ.કે.નાયક કોરોના સામે જંગ હારી જતા ગુજરાતમાં પ્રથમ વખત કોરોના કારણે એક આઇપીએસ અફસરે પોતાનો જીવ ગુમાવ્યા છે, આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર રાજ્ય પોલીસ તંત્રમાં શોકની લાગણી પ્રસરી છે.           

ડો. એમ.કે. નાયક ૧૯૧૮થી ૧૯૨૦ સુધી અમદાવાદ ખાતેની સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતા,જે ગાળામાં ખૂબ. સારી કામગીરી ઉપરી અધિકારી તથા પોતાના સહયોગી સાથે રહી બજાવવી હતી.                 

કોરોના ની પ્રથમ લહેર સમયે નાનકડા ગામ જેવા સાબરમતી જેલમા રહેલા ૩ હજાર કેદીઓને બચાવવા માટે પોતે હાઇપર ડાયાબીટીસ પીડિત હોવ છતાં પોતાની સાથે સતત કાર્યરત રહી દેશભરની જેલમાં નમૂનેદાર કાર્યવાહીમાં તેમનો ખૂબ મોટો ફાળો હોવાનું ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવેલ.                 

સુરત, તાપીમાં જિલ્લા વડા તરીકે નમૂનેદાર કામગીરી બજવી હોવાનું ચોટીલા પીઆઇ નિમાયેલ નયન ચૌહાણ દ્વારા જણાવાયું છે.              

ડો. નાયક સાથે ખભે ખભા મિલાવી જેલમાં નમૂનેદાર કામગીરીમાં   એમ.કે.નાયકના સહયોગી નાયબ જેલ અધિક્ષક દિગ્વિજય સિંહ રાણા કે જેવો પણ પ્રથમ લહેર વખતે કોરોના મહામારી થી કેદીઓને બચાવવાના અભિયાનમાં સામેલ થવા જતા કોરીનાના હળવી અશર થયેલ તેવા આ અધિકારી પણ ફુશ્વ. નાયક દ્વારા ગુજરાતના જેલ વડા સાથે રહી બજાવેલ કામગીરી કાબિલે દાદ હોવાનું જણાવેલ છે.                    

ડો. નાયક જેલ સુપ્રિટેન્ડેન્ટ હતા તે સમયે જતેમને ડીઆઇજી તરીકે બઢતી મળી હતી, તેમને વડોદરા આર્મર્ડ  યુનિટમા બઢતી મળી હતી.

(11:43 am IST)