Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

"પોલીસ પ્રજાનો સાચો મિત્ર"ની ઉક્તિ સાર્થક કરતા રાજપીપળાના ટાઉન પી.આઈ. આર.એન.રાઠવા

જુનારાજ ગામની વિધવાઓને તેમણે ઘરે ઘરે જઈ અનાજની કીટ આપી માનવતા દેખાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના વાઇરસને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે.જેમાં નર્મદા જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લો અંતરિયાળ આદિવાસી જિલ્લો છે અહીં નાના ગામના આદિવાસી પરિવારો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે લોકડાઉન ના કારણે નાના ધંધા,મજૂરી બંધ થતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આવા ગરીબોની વ્હારે આવી છે અને તેમને જમવા સહિતની ચીજ વસ્તુઓ પોહચાડી રહી છે.તેવામાં રાજપીપળા ના ટાઉન પી.આઈ.આર.એન.રાઠવા એ "પોલીસ પ્રજાનો સાચો મિત્ર" એ ઉક્તિ સાર્થક કરી છે જેમાં નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા જુનારાજ ગામની વિધવાઓને તેમણે ઘરે ઘરે જઈ અનાજની કીટ આપી માનવતા દેખાડી છે.ત્યારે નર્મદા પોલીસની માનવતા માં વધુ એક ઉમેરો જોવા મળ્યો હતો.

(9:03 pm IST)