Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં ઓનલાઈન પ્રશિક્ષણ પ્રાપ્ત કરી એકાંતમાં સમયનો સદુપયોગ કરી રહ્યા છે ગાયત્રી ઉપાસકો

વાયરસ નથી ફરતો માણસ એને ફેરવે છે :આપણે ફરવાનું બંધ કરીએ તો જ વાયરસનું ફરવાનું બંધ થશે:લોકડાઉનમાં મળેલા સમયનો એકાંત અને એકાગ્રતા સાથે સદુપયોગ થાય એ જ શ્રેષ્ઠ ઉપાય

( પ્રભુદાસ પટેલ દ્વારા)  મોટી ઇસરોલ :હાલમાં સૌના સ્વાસ્થ્ય  સુરક્ષા હેતુ લોકડાઉનના સમય દરમિયાન દરેક વ્યક્તિ અટવાઈ છે કે સમય કેવી રીતે પસાર કરવો ત્યારે મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ આપેલ માહીતી મુજબ અખિલ વિશ્વ ગાયત્રી  પરિવાર,શાંતિકુંજ,હરિદ્વારના નિર્દેશ અનુસાર મોડાસા ગાયત્રી પરિવારના પરિજનો પોત પોતાની રીતે એકાંતમાં સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી યજ્ઞ- કર્મકાંડના શુદ્ધ મંત્રોચ્ચાર શીખી યુગ પુરોહિત બની રહ્યા છે.

 વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય ત્યારે જોવા મળ્યો કે જ્યારે શાંતિકુંજ, હરિદ્વારના આઈ.ટી.ડિપાર્ટમેન્ટ દ્વારા કર્મકાંડ ભાસ્કર  નામની એપ. તૈયાર કરવામાં આવી છે. જેને ગુગલ એપ.થી ડાઉનલોડ કરી મોડાસા ક્ષેત્રના કાર્યકર્તાઓ ભારતીય સંસ્કૃતિના આ ખૂબજ મહત્વપૂર્ણ યજ્ઞ-કર્મકાંડના શુદ્ધ મંત્રોચ્ચારનું ઓનલાઈન પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. કહેવાય છે કે એકાંતમાં પુરા મનથી એકાગ્રતા અને ધ્યાનથી લીધેલ પ્રશિક્ષણ ખૂબજ સફળ થઈ શકે છે. આ લોકડાઉનના કારણે મળેલા સમય દરમિયાન એકલતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ નવા કાર્યકર્તાઓ તૈયાર થઈ રહ્યા છે. જેથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના નિર્દેશ અનુસાર  આવનારા દિવસોમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સાથેનો અદ્ભુત સકારાત્મક પ્રયોગ ભાવ સંવેદના સાથે વાયુ શુદ્ધિકરણ દ્વારા સૌને લાભાન્વિત કરતું ગામેગામ- ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાનમાં વધુ વેગ મળી શકશે.

 આ ઉપરાંત મોડાસા તેમજ ભારતભરમાં લોકડાઉનના સમય દરમિયાન સૌ ગાયત્રી ઉપાસકો આ વિકટ પરિસ્થિતિમાં સંભવત: જન સેવા તેમજ વધુમાં વધુ સાધના,પોતપોતાના ઘરમાં યજ્ઞ  તેમજ યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ માનવ માત્રને જીવનમાં ઉપયોગી એવા વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સહિત બત્રીસો જેટલા પુસ્તકોની રચના કરી છે. જેનો આ લોકડાઉનના કારણે મળેલા સમય દરમિયાન અધ્યયન કરવામાં ઉપયોગ કરી રહ્યા છે. તેમજ સોસીયલ મિડિયા  દ્વારા વિભિન્ન આયામોના માધ્યમથી પણ ઓડીયો- વિડીયોના માધ્યમથી પ્રશિક્ષણ લઈ રહ્યા છે.

(8:13 pm IST)