Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના લોકડાઉન વચ્ચે નર્મદા સહિતના જિલ્લાના HIV ગ્રસ્તો માટે દવાની કોઈ ચિંતા નથી:SSGની ART ટીમે દવા પહોંચાડી

જોકે નર્મદા સહિત છોટાઉદેપુર,જંબુસર,વડોદરા સહિતના કેટલાય જિલ્લાઓમાં ARTના કર્મચારીઓએ દરરોજ ફરજિયાત લેવી પડતી દવા પહોંચાડી માનવતા દાખવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આમતો ૩૫૦ થી વધુ HIV પીડિતો છે અને આ દર્દીઓ એ નિયમિત દરરોજ લેવી પડતી ART દવા દર મહિને જે તે જીલ્લાના સેન્ટર પર થી દર્દીઓ લેવા જતા હોય પરંતુ આ સેન્ટર પર પણ લોક ડાઉન ના કારણે દવાનો જથ્થો ન પહોંચે તો HIV પીડિતો મુશ્કેલીમાં મુકાય માટે વડોદરા સયાજી હોસ્પિટલ માં આવેલી ૨૬ નંબર ની ART ઓપીડીના સ્ટાફે માનવતા દાખવી નર્મદા,છોટાઉદેપુર,જંબુસર,વડો

દરા,દાહોદ,ગોધરા સહિતના ઘણા જિલ્લામાં જાતે પહોંચી અત્યંત જરૂરી એવી આ દવા પહોંચાડી આ જિલ્લાના HIV પીડિતો માટે આશીર્વાદરૂપ સેવાનું કામ કર્યું હતું.રાજ્ય સરકાર આ દવા મફત આપે છે પરંતુ જે તે જિલ્લાના સેન્ટરો પર આવા કપરા સમયે દવા પહોંચશે તો દર્દીઓને મળી શકે જેથી વડોદરા સયાજી હોસ્પિટલની ART ટીમે આ દવા પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડી HIV પીડિતોને દવા વિના કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખી હતી

(8:06 pm IST)