Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બોરસદ તાલુકાના અમીયાદમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી 3શખ્સોને માર મારી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: તાલુકાના અમિયાદ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખીને પતિ-પત્ની અને માતાને લાકડાના ડંડા તેમજ ગડદાપાટુનો માર મારતાં આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કોલોની વિસ્તારમાં રહેતા જયાબેન સંજયભાઈ રોહિત પોતાના ઘરે હાજર હતા ત્યારે નજીકમાં જ રહેતા બાબુભાઈ પ્રેમજીભાઈ રોહિત આવી ચઢ્યા હતા અને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સંજયભાઈને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. જેથી ગાળો નહીં બોલવા માટે કહેતા જ બાબુભાઈએ ઉશ્કેરાઈ જઈને લાકડાના ડંડાથી માર માર્યો હતો. જયાબેન અને તેમના સાસુ કમળાબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:30 pm IST)
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1977 ટેસ્ટ :78 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા : 356 રિપોર્ટ પેન્ડિગ : ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર : 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ :. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા : ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે. access_time 10:29 am IST

  • વડોદરામાં કોરોનાનો કહેર : વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા : નાગરવાડાનાં 7 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ: આજવા રોડ બહાર કોલોનીનાં સભ્યનો રિપોર્ટ પોઝિટિવ: વડોદરામાં કુલ 48 પોઝિટિવ કેસ નોંધાયા :નાગરવાડા વિસ્તાર બન્યો હોટસ્પોટ access_time 12:18 pm IST

  • રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલા રામધામ આશ્રમના 150 ભાવિકો અયોધ્યામાં રોકાઈ જવા મજબુર : 16 માર્ચના રોજ રામધૂન કરવા અયોધ્યા ગયા હતા : 5 એપ્રિલના રોજ પરત આવવાના હતા : લોકડાઉનને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી access_time 7:48 pm IST