Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નડિયાદના જવાહરનગરમાં સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:પાંચ શખ્સો 17 હજારના મુદામાલ સાથે ઝડપાયા

નડિયાદ: શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ ઝુલેલાલ સોસાયટી પાસેની ઝુલેલાલ મંદિરની વાડીમાં ગતરોજ સાંજના સમયે કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની માહિતી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડયો હતો અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને રંગેહાથે ઝડપી પાડયાં હતાં.

જેમાં રાકેશભાઈ ધરમદાસ અવતાણી, પ્રકાશભાઈ કિશનભાઈ અવતાણી, લક્ષ્મણભાઈ તેહરામ મચસુખાણી, જયપ્રકાશ પેશુમલ ચંદવાણી અને દેવાનંદ ઉર્ફે નંદલાલ શીવનંદન અવતાણીનો સમાવેશ થાય છે.

(6:29 pm IST)
  • દેશમાં કોરોનાએર વળી કૂદકો માર્યો : 24 કલાકમાં 896 નવા કેસ : કુલ 6761 કેસ થયા : મૃત્યુઆંક 206 ઉપર સ્થિર access_time 8:54 pm IST

  • કોરોના વાઇરસ સામેનો જંગ : કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું : મેડિકલ ઉપકરણો ,તથા સારવાર માટે ,ઉપરાંત રાજ્ય સરકારોને રકમ ફાળવાશે access_time 8:04 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું : પ્રાણીઓથી વ્યકિતઓ સંક્રમિત થયા હોય તેવા કોઈ પ્રમાણ મળ્યા નથી : WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા જાહેર કરાયુ છે કે પ્રાણીઓમાંથી માણસો સંક્રમિત થયા છે હોંગકોંગમાં બે કૂતરા અને બેલ્જીયમમાં એક બિલાડી સંક્રમિત થઈ હતી. ન્યુયોર્કમાં એક વાઘણમાં પણ કોરોનાની અસર જોવા મળી હતી. પાળીતા પ્રાણીઓ કઈ રીતે સંક્રમિત થયા તેના પર સંશોધન ચાલુ હોવાનું જણાવેલ. access_time 3:36 pm IST