Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

નડિયાદ તાલુકાના કણજરીમાં કાકા-ભત્રીજા નજીવી બાબતે બાખડ્યા:સામસામે પક્ષે હુમલામાં 4ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:તાલુકાના કણજરી તાબે આનંદપુરામાં રહેતાં કુટુંબી કાકા-ભત્રીજા પરિવાર વચ્ચે ગતરોજ જમીન મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાં બંને પક્ષો સામસામે આવી જતાં કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરી તાબે આનંદપુરામાં રહેતાં ભરતભાઈ રમણભાઈ પરમાર અને તેમના કુટુંબી કાકા મનુભાઈ પ્રતાપભાઈ પરમાર વચ્ચે ગતરોજ સાંજના સમયે જમીન મુદ્દે ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બનતાં મનુભાઈ પરમારનું ઉપરાણું લઈ રવિન્દ્રસિંહ રૃપસિંહ પરમાર, લાલજી રૃપસિંહ પરમાર અને રમેશભાઈ પ્રભાતભાઈ પરમાર ધારીયું લઈ દોડી આવ્યાં હતા. અને ચારેય જણાં ભેગા મળી ભરતભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. દરમિયાન ઉશ્કેેરાયેલાં રમેશભાઈ પરમારે હાથમાનું ધારીયું ભરતભાઈના છાતીના ભાગે મારી દીધું હતું. જ્યારે મનુભાઈ પરમારે ખિસ્સાંમાંથી ચપ્પુ કાઢી ભરતભાઈના આંખ નીચે મારી ઈજા પહોંચાડી હતી.

(6:27 pm IST)
  • ન્યુયોર્કમાં ૧.૬૦ લાખ કેસો થયા ન્યુજર્સીમાં ૫૧૦૦૦ ૧૩ રાજયોમાં ૧૦ હજારથી ૧.૬૦ લાખ કેસ : અમેરીકામાં કોરોનાનો મૃત્યુઆંક ભયાવહ બન્યો છેઃ આજ સવાર સુધીમાં ન્યુયોર્કમાં ૧,૬૦ હજાર, ન્યુજર્સીમાં ૫૧,૦૨૭, મીશીગનમાં ૨૧,૫૦૪, કેલીફોર્નીયા ૨૦ હજાર, મસાચ્યુસેટસ ૧૯ હજાર, પેન્સીલવાનીયા ૧૮૬૩૩, લુસીઆના ૧૮,૨૮૩, ફલોરીડા ૧૬૮૨૬, ઇલીનોઇસ ૧૬૪૨૨, ટેકસાસ, ૧૧૪૮૩, જયોર્જીયા ૧૦૮૮૫, કનેકટીકટ ૧૦ હજાર, વોશિંગ્ટન ૧૦ હજાર કેસ નોંધાયા છે access_time 12:55 pm IST

  • અમરેલીમાં 7 શંકાસ્પદ કેસ : એક વર્ષનો બાળક વેન્ટિલેટર ઉપર હોવાનું જાણવા મળે છે access_time 8:56 pm IST

  • માંડવીમાં બે દુકાનોને કરાઈ સીલ ;લોકડાઉન વચ્ચે જાહેરનામાનો ભંગ :સુધરાઈ અને પોલીસ દ્વારા કાર્યવાહી access_time 10:06 pm IST