Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગાંધીનગર:લોકડાઉનનો અમલ ન કરી ભંગ કરનાર વધુ 117 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

ગાંધીનગર:કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે પોલીસ તેનું કડકપણે પાલન કરાવવા માટે મથી રહી છે અને સતત પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકડાઉનનો ભંગ કરતાં લોકો પોલીસની ઝપટે ચઢી રહયા છે. છેલ્લા ર૪ કલાક દરમ્યાન ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી પોલીસે વેપાર કરવા નીકળેલા અને કામ વગર બહાર ફરતાં ૧૧૭ લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા લોકડાઉનની સ્થિતિ અમલી કરી દેવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરીને જાહેરનામાંનું  ચુસ્તપણે પાલન થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ ઘણા લોકો આ લોકડાઉનને અવગણીને બહાર ફરતાં હોય છે તો કેટલાક ઈસમો પાનબીડીનો વેપાર કરે છે. 

(6:22 pm IST)