Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઠાસરા તાલુકાના છેવાડાના ગામમાં દૂધ લેવા ગયેલ વૃદ્ધ મહિલા પર પોલીસે લાઠીચાર્જ કરતા હાથમાં ફ્રેક્ચર થયું

ઠાસરા :તાલુકાના છેવાડાના ગામે દૂધ લેવા જતી એક વયોવૃધ્ધ મહિલા પર પોલીસ કર્મચારીઓએે લાઠી ચાર્જ કરતા હાથે ફેકચર થયુ ંહતુ.આ મહિલાના પરિવારમાં પતિ અને પુત્ર બંને દિવ્યાંગ છે.વળી મહિલા પાસે પૂરતા પૈસા ન હોવાથી હોસ્પિટલે પણ પૈસાની સગવડ થાય ત્યારે ઓપરેશન કરી આપીશુ તેમ કહી વૃદ્ધાને રવાના કરી દીધી હતી. આ વૃદ્ધાના પરિવાર પર અચાનક આભ તૂટી પડયું છે. લોકડાઉનના સમયમાં ઓપરેશન માટે બીજો કોઇ વિકલ્પ ન હોવાથી અત્યારે તો આખો પરિવાર દિવ્યાંગ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના નનાદરા ગામે તા.૫-૪-૨૦૨૦ ના રોજ ગામમાં રહેતા ૬૫ વર્ષિય શાંતાબેન પૂનમભાઇ સેનવા  સાંજે ૬ઃ૦૦ કલાકે ગામની ડેરીમાં દુધ લેવા માટે ગયા હતા.આ સમયે ઠાસરાના તાલુકાના ચેતરસૂંબા હોમબીટના જમાદાર મેહુલભાઇ અને બીજા હોમગાર્ડના જવાનો એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્તમાં હતા. તેમને જમાદારની હાજરીમાં જ શાંતાબેનને કાંઇપણ પૂછ્યાવગર તેમના પર લાઠી ચાર્જ કરતા વૃધ્ધ શાંતાબેન રસ્તા પર પડી ગયા હતા અને જમણા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી.  જો કે પોલીસના મારની બીકે શાંતાબેન તરત જ રડતા રડતા ઉભા થઇ પોતાના ઘર સેનવાવાસમાં જતા રહ્યા હતા.

(6:21 pm IST)