Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 23 વર્ષીય મહિલા હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી ભાગી જતા ગુનો દાખલ

આણંદ: જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામની ૨૩ વર્ષની મહિલા આશીયાબાનુ સલીમખાન પઠાણ સાવલીમાં શેખ વગામાં તેના પિયરમાં આવી હતી. તા.૨૯ના રોજ તેનું મેડિકલ ચેક અપ કરાવ્યા બાદ સાવલીના મેડિકલ ઓફિસર દ્વારા ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે જણાવાયું હતું. તેમને કોઇપણ પ્રસંગે પોતાના રહેણાંકની બહાર જવું નહી તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

જો કે તા.૪ના રોજ આરોગ્ય કર્મચારી દ્વારા જ્યારે શેખ વગામાં જઇ તપાસ કરતા આશીયાબાનું ઘેર મળી ન હતી. તેના ઘેર હાજર પિતાની પૂછપરછ કરતા તે તેની સાસરીમાં જતી રહી છે તેમ કહ્યું હતું. હોમ ક્વોરેન્ટાઇન હોવા છતાં આશીયાબાનું જિલ્લા બહાર જતા રહેતા મેડિકલ ઓફિસર ડો.જ્યોતિકાબેન જાદવે આશીયાબાનું સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:19 pm IST)
  • રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલા રામધામ આશ્રમના 150 ભાવિકો અયોધ્યામાં રોકાઈ જવા મજબુર : 16 માર્ચના રોજ રામધૂન કરવા અયોધ્યા ગયા હતા : 5 એપ્રિલના રોજ પરત આવવાના હતા : લોકડાઉનને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી access_time 7:48 pm IST

  • પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર કહે છે લોકડાઉન જવું જોઈએ : કેબીનેટ આ અંગે આજે નિર્ણય લેશે : પીજીઆઈ ચંદીગઢના એકસપર્ટ કહે છે કોવિડ-૧૯ / કોરોના સપ્ટેમ્બરના મધ્ય ભાગથી ભારે વેગ પકડશે અને ભારતની ૫૮% અડધાથી વધુ વસ્તીને ભરડો લઈ લેશે : અમરીન્દરસિંઘે કહ્યુ કે ભયાવહ કોરોના પ્રસરવા અંગે એકસપર્ટો જે ભવિષ્યવાણી કરે છે તે થથરાવી - ધ્રુજાવી દયે તેવી છે access_time 4:22 pm IST

  • સરકાર મહિલાઓના જનધન ખાતાઓમાં ૧૦૦૦ રૂપિયા જમા કરાવશે : પોતાના બેંક ખાતાઓમાંથી નાણા ઉપાડવા માટે ભારે સંખ્યામાં લોકો બેંકોની બ્રાંચો ખાતે ઉમટયા હોવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શીકાનો ભંગ થઇ રહયો છે access_time 3:38 pm IST