Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમદાવાદમાં કોરોના વાઇરસની અફવા ફેલાવવા સાથે પોલીસે ફેસબુકના 18 એકાઉન્ટ બંધ કર્યા:વધુ 12 એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસના ફેલાવા સાથે અફવાઓનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે જેને લીધે લોકોમાં ગેરસમજ અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવાની શક્યતા વધી ગઈ છે. જેને કારણે પોલીસે  ફેસબુકના ૩૦ પૈકી ૧૮ એકાઉન્ટ બંધ કર્યા છે જ્યારે ૧૨ એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. બીજીતરફ જાહેરનામાનો ભંગ કરાનારાઓની ધરપકડનો આંક ૫૩૯૯ ઉપર પહોંચ્યો છે.

કોરોના વાઈરસને કારણે અફવાઓનું પ્રમાણ વધતા તપાસમાં ૩૦  ફેસબુક એકાઉન્ટ બંધ વાંધાજનક હોવાનું જણાયું હતું.  જેમાંથી હાલ અમે ૧૮ એકાઉન્ટ બંધ કરી દીધા છે અને અન્ય ૧૨ ફેસબુક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. અત્યારસુધીમાં સાઈબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાંચમાં ૪ ગુના દાખલ થયા છે અને આરોપીઓ પણ ઝડપાયા છે, એમ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

(6:09 pm IST)