Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજનું કમાઇને રોજ ખાનારા મજુરોનીઃ સુરતમાં બેકાર બનેલા મજૂરે ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાથી સગર્ભા પત્ની સામે જ કર્યો આપઘાત

સુરત: લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજ કમાઈને રોજ ખાતા મજૂરોની થઈ છે. હાલ તેઓ બેકાર બની ગયા છે. સરકારે અનેક સહાય આપી છે, પરંતુ અનેક ગરીબો સુધી તે સહાય પહોંચી નથી રહી. આવામાં મજૂરો બેરોજગાર બન્યા છે.ત્યારે સુરતમાં એક મજૂરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાને કારણે મજૂરે મોતનું પગલું ભર્યું છે. લોકડાઉને કારણે પત્નીને નવ માસનો ગર્ભ અને બે બાળકોનું ગુજરાન ચલાવવું અશક્ય હતું, તેથી પત્નીની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ શખ્સ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મૂળી યુપીનો અને ગોરખપુરનો રહેવાસી વશિષ્ઠની ઉંમર 32 વર્ષ છે. વશિષ્ઠ નિસાદ કલરકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 12 વર્ષથી તે સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે. હાલ તેને સંતાનોમાં બે બાળકો છે, તેમજ પત્ની પણ ગર્ભવતી છે. લોકડાઉનને કારણે વશિષ્ઠને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. ઘરમાં પણ કંઈ ખોરાક ન હોવાથી બાળકો અને પત્નીને ખવડાવવા અસક્ષમ હતો. આવામાં ભૂખથી તડપતા બાળકોને જોઈને વશિષ્ઠએ વંદા મારવાની દવા ગટગટાવી હતી. પત્નીની નજર સામે જ તેણે દવા પીધી હતી.

(4:48 pm IST)
  • કોરોના વાઇરસ સામેનો જંગ : કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું : મેડિકલ ઉપકરણો ,તથા સારવાર માટે ,ઉપરાંત રાજ્ય સરકારોને રકમ ફાળવાશે access_time 8:04 pm IST

  • પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથને પત્ર લખી ઉત્તર પ્રદેશમાં કોરોનાનું ટેસ્ટીંગ અને સારવારમાં મોટો વધારો કરી કોરોના સંક્રમણને કાબુ કરી શકાશે તેમ જણાવ્યુ છે access_time 3:36 pm IST

  • દ્વારકાધીશની ધ્વજા ચડાવવા માટે માત્ર બે જ ભાવિકોને મંજૂરીઃ માત્ર સ્થાનિક લોકો જ લાભ લઇ શકશે : દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં દિવસમાં પાંચ ધ્વજા ચડાવવાનું ચાલુ જ છે પરંતુ આવતીકાલથી ધ્વજા ચડાવવા માટે ૪ વ્યકિતઓની મંજૂરી હતી તેના બદલે હવે ધ્વજા ચડાવવા માટે બે જ વ્યકિતઓ જઇ શકશેઃ અત્યારે યાત્રિકોને આવવાની મનાઇ છે જ્યારે દ્વારકાવાસીઓ આશરે ૨૦૦ જેટલી પેન્ડીંગ ધ્વજાઓનો લાભ લઇ રહ્યા છે access_time 4:00 pm IST