Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

૭II લાખ કામદારોને પગારના રૂ. ૧ર૬૯ કરોડ ચૂકવી દેજો : ર૦૧૧૪ ઉદ્યોગોને સરકારની તાકીદ

લોકડાઉન વખતે પગાર બંધ નહિ : ફરીયાદ હોય તો ૧૦૭૭ નંબર પર ફોન કરો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૦ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પત્રકારોને જણાવેલ કે રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજયના ૧૦૩પ૯ કોલ ઔદ્યોગિક એકમોને કરવામાં આવ્યા છે અને ૧૮૦૦૦ જેટલા વોટસઅપ કોલ પણ કરવામાં આવ્યા છે. કે પોતાના એકમોમાં કામ કરતા શ્રમિકોને સાચવવા અને છુટા ન કરવા તાકીદ કરી છે.

ઉપરાંત તેમણે રાજયના ર૦,ર૧૪ એકમોએ ૭,૩૮,૩૧૩ જેટલા શ્રમિકોને રૂ. ૧ર૬૯ કરોડની રકમની ચૂકવણી કરવામાં આવી છે અને કોઇ પણ શ્રમિકો નાના-મોટા ઔદ્યોગિક એકમોને કોઇ પણ ફરીયાદ હોય તો હેલ્પ લાઇન ૧૦૭૭નો ઉપયોગ કરી શકાશે. આજની સ્થિતિએ રાજયમાં કુલ ૮૧ લાખ જેટલા ફુડ પેકેટો આપવામાં આવ્યા છે.

(3:55 pm IST)