Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના જેવી મહામારી વચ્ચે ઝોલાછાપ તબીબ પ્રેકિટસ કરતો ઝડપાયો

વારંવાર બોગસ તબીબો સામે કાર્યવાહી કરાય છે છતાં ફરી થોડા સમયમાં આ લોકો દવાખાના ખોલી બેસતા જોવા મળે છે !!!

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા મોઝદારોડ,  હાટ બજાર ચોકડી પાસે ફોરેસ્ટ કવાર્ટર સામે વગર ડીગ્રીએ એલોપેથીક દવાખાનું ખોલી પ્રેકિટસ કરતો બોગસ તબીબ આરોગ્ય વિભાગના સકંજામાં આવતા તેના વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરી હતી.

 સીમુલ કાશીકાંત બીશ્વાસ નામનો (મૂળ,પશ્યિમ બંગાળ)નો બોગસ ડોકટર કે   એલોપેથીકની દવા,ઇન્જેકશન બોટલો તથા સર્જનના સામાન તથા એલોપેથીક મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની સાધન સામગ્રી રાખી એલોપેથીકની પ્રેકટીસ કરી પોતે ડોકટર ન હોવા છતા ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરતો રેઇડ દરમ્યાન મળી આવેલ. આરોગ્ય વિભાગના ડો.જીનલ પટેલે તેની વિરુદ્ઘ ફરિયાદ કરતા દેડીયાપાડા પોલીસે આ ઝોલાછાપને ઝડપી લઈ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ -૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)