Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પાટણમાં કુલ ૧૪ પોઝીટીવ કેસ : કોરોનાના કહેરથી લોકોમાં ફફડાટ

સિદ્ધપુર-નેદ્રા સહિતના ગામોને સીલ કરી દેવાયા : ઘરે-ઘરે સર્વે કામગીરી

પાટણ, તા. ૧૦ : પાટણ જીલ્લામાં કોરોનાના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે ત્યારે આજે વધુ ર પોઝીટીવ કેસ સાથે પાટણ જીલ્લામાં કુલ ૧૪ પોઝીટીવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે.

મુંબઇથી સિદ્ધપુરના ભીલવણ અને નેદ્રા ગામમાં આવેલા એક જ પરિવારના સભ્યોને કોરોના પોઝીટીવ આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

સિદ્ધપુરના નેદ્રા ગામમાં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ આવ્યા હતાં અને એક વ્યકિતનું મોત થયું હતું.

ત્યાર બાદ કલેકટર શ્રી આનંદ પટેલની આગેવાનીમાં તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ માટે આરોગ્ય વિભાગની ૧૦૭ ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો હતો અને જુદા જુદા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ આવતા આજે બપોર સુધીમાં કુલ ૧૪ પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દ્વારા સર્વે કામગીરીને વધુ કડક કરી છે.

(12:59 pm IST)