Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉન બન્યું વિલન

પ્રેમિકાને મળવાનું ન થતાં વિયોગમાં પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

સુરત તા. ૧૦ : પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પડેલા યુવાન પ્રેમ માટે કોઇ પણ હદે જઇ શકે છે એવું સુરતના પ્રેમીએ સાબિત કરી બતાવ્યું હતું. જો કે કોરોનાને લઇને લોકડાઉન હોવાને લઇને પ્રેમિકાને મળવા જવાય તેવી પરિસ્થિતિ નહીં હોવાને લઇને પ્રેમિકાના વિયોગમાં પ્રેમી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં આ પ્રેમી યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખાગામમાં ખાતે રહેતો અને મજુરી કામ કરતો ૧૮ વર્ષનો રોહિત જિતુ રાઠોડ થોડા સમય પહેલાં તેના ઘર નજીક ડાંગર શુગર ફેકટરી શ્રમજીવીઓ મજૂરી કરવા આવ્યા હતા જેમાં એક છોકરી સાથે રોહિતની આંખ મળી ગઇ હતી અને બન્ને જણ પરિવારની જાણ બહાર મળતાં હતાં.

ત્યાર બાદ આ યુવતી ડાંગ ખાતે પરિવાર સાથે જતી રહી હતી. જો કે બન્નેનો પ્રેમ ચાલુ રહ્યો હતો અને બન્ને એકબીજા સાથે ફોન પર વાત પણ કરતા હતા. જો કે બન્ને મળ્યાને લાંબો સમય થઇ ગયો હોવાને લઇને આ બન્ને મળવા માગતા હતા. અને મળવતા માત્ર તારીખ નક્કી કરી હતી.

પણ કોરોના લઇને લોકડાઉન આવતા આ બન્ને પ્રેમીને મળી શકાય એવી પરિસ્થિતિ નહોતી. જોકે લોકડાઉન હોવાને લઇને વ્યવહાર બંધ હોવાથી તે ડાંગ જઇ શકતો નહોતો, જેના લીધે તે સતત પ્રેમિકાને મળવા માટે આતુર હતો.(૬.૫)

(9:55 am IST)