Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : કચ્છમાં વધુ એક પોઝિટિવ કેસ : રાજ્યમાં એક દિવસમાં 94 નવા કેસ નોંધાતા ચિંતાનું મોજું

રાજ્યમાં કુલ 280 કોરોના પોઝિટિવ કેસ : અમદાવાદમાં સૌથી વધુ 142 કોરોના સંક્રમિત :વડોદરામાં 39 કેસ અને સુરતમાં 24 અને કચ્છમાં ત્રણ પોઝિટિવ કેસ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે એક દિવસમાં અત્યાર સુધીમાં 94 નવા કેસ નોંધાતા રાજ્યમાં ઘેરી ચિંતાનું મોજું ફેલાયું છે લખાઈ છે ત્યારે રાજ્યમાં કુલ 280 કોરોના પોઝિટિવ નોંધાયા છે  સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો 262 પર પહોંચ્યો હતો અને સાંજે વધુ 18 કેસ નોંધતા કોરોના સંક્રમીતોનો આંકડો 280 થયો છે

 

 કચ્છના ધાપર ના વૃદ્ધ જેને અગાઉ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો  તેના પુત્રવધુનો  કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. કચ્છમાં કોરોનાના કુલ 3 પોઝિટિવ કેસ થયા છે તંત્ર દ્વારા વધુ તાપસ હાથ ધરી છે અને વધુ લોકોની પરીક્ષણ કરવા તજવીજ હાથ ધરાઈ છે

(8:43 am IST)