Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

આંકલાવ પોલીસે ગંભીરા ચોકડી નજીકથી દોઢ લાખની ચોરીના ગુનાહમાં ત્રણ શખ્સોને ઝડપ્યા

આંકલાવ: પોલીસે ગંભીરા ચોકડીએ આવેલી એક ફોટો સ્ટુડિયોમાંથી થયેલી ૧.૧૦ લાખની ચોરી સંદર્ભે ત્રણ શખ્સોને ઝડપી પાડીને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગંભીરા ગામ રહેતા ફરિયાદી દર્પણભાઈ મહેન્દ્રભાઈ પટેલની ગંભીરા ચોકડી પાસે વૈદેહી ફોટો સેન્ટર નામની દુકાન આવેલી છે જેમાં તેઓ ફોટોગ્રાફીનો ધંધો કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૨૭મી માર્ચના રોજ તેઓ સાંજના સુમારે દુકાનને તાળુ મારીને બેંગ્લોર ખાતે ફોટોગ્રાફીના કામ માટે ગયા હતા અને ગઈકાલે પરત ફરતાં તેમની દુકાનનું શટર નીચેના ભાગેથી તુટલું હતુ જેથી અંદર તપાસ કરતાં ૧.૧૦ લાખની કિંમતના બે કેમેરા ચોરાયા હોવાનું માલુમ પડ્યું હતુ. અંગે તેઓએ આંકલાવ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

(5:42 pm IST)