Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વસોના કરોલીમાં બપોરના સુમારે દંપતીને ટેમ્પીએ હડફેટે લેતા ગંભીર ઇજા

વસો: તાલુકાના કરોલીમાં રહેતાં રાજેશભાઈ બાબુભાઈ પટેલ ગત રોજ બપોરના સમયે પત્નિ ભૂમિકાબેન સાથે પોતાનું યામાહા કંપનીનું ફશીનો મોપેડ નં જીજે ૦૭ સીસી ૮૩૫૨ લઈ કામ અર્થે નડિયાદ આવવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન આખડોલ-કેરીયાવી માર્ગ પર આવેલ વળાંક પાસે તેઓએ મોપેડ ધીમુ પાડી ઊભા રહી ગયાં હતાં. બરાબર તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ ટેમ્પી નં જીજે ૦૭ એટી ૨૧૨૨ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં રાજેશભાઈના મોપેડને ટક્કર મારી હતી. 

અકસ્માતમાં મોપેડ પર સવાર રાજેશભાઈ તેમજ ભૂમિકાબેન ફંગોળાઈ બાજુમાંથી પસાર થતી ગટરમાં ખાબકતાં તેઓ બંને ઈજાગ્રસ્ત બન્યાં હતાં. ત્યારે માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોએ ઈજાગ્રસ્ત દંપતીની મદદે આવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. બનાવ અંગે રાજેશભાઈ બાબુભાઈ પટેલની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે ટેમ્પી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:40 pm IST)