Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સુરતના વેસુમાં વૃધ્ધાના ગળામાંથી બે અજાણ્યા શખ્સો સોનાનો ચેન તફડાવી છનનન....

સુરત:વેસુમાં ગત સાંજે કમરના દુખાવાની કસરત કરવા જતાં વૃદ્ધાના ગળામાંથી મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા રૂ. 48,000ની કિંમતની હીરાજડિત પેન્ડલ વાળી સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વેસુ વીઆઈપી રોડ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 201માં રહેતા ૬૫ વર્ષીય મહીબેન ડાહ્યાલાલ જોગાની ગત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકલા નંદિની 2ની સામે શોપિંગ સેન્ટરમાં ભોંયતળિયે આવેલા ફિઝિયોથેરાપી સેન્ટરમાં કમરના દુખાવાની કસરત કરવા માટે નીકળ્યા હતા. 

(5:39 pm IST)