Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

નડિયાદમાં ઝેરોક્ષની દુકાનમાંથી પોલીસે બાતમીના આધારે ચોરીનો સમાન જપ્ત કર્યો

નડિયાદ: શહેરમાં  એક ઝેરોક્ષની દુકાનમાં એક માસથી પડેલા ચોરીનો ઇલેક્ટ્રીક સામાન નડિયાદ ટાઉન પોલીસ અને એલસીબી, ખેડાએ ખાનગી બાતમીના આધારે જપ્ત કર્યો છે. સામાન ભાવનગર જીલ્લાના ભરતનગર પોલીસ મથક હદમાં થયેલ ચોરીનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે ૧૨,૫૯,૭૦૦/-નો મુદ્દામાલ તથા એક ઇસમની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે. જે સંદર્ભે ગત્ રોજ નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કપડવંજ રોડ પરની એક ઝેરોક્ષની દુકાનમાં ચોરીનો સામાન પડયો છે. તે આધારે પોલીસે નડિયાદના કપડવંજ રોડ પર આવેલ જયઅંબેનગર સોસાયટીના નંબરના મકાનમાં રહેતા ખેમચંદભાઇ ઠાકોરદાસ લાલવાણીની ગુરૂકૃપા ઝેરોક્ષ નામની દુકાનમાં રેડ પાડી હતી. 

(5:37 pm IST)