Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રાણપુરના મેઈનબજાર ત્રીકમપરામાંથી ધોળા દિવસે બાઈકની ચોરી:ઘટના સીસીટીવીમાં કેદ

રાણપુરમાં મેઈન બજારમાં ત્રીકમ પરા વિસ્તારમાં આદમભાઈની ઘંટી પાસે બપોરના ભાવીનભાઈ મનસુખભાઈ પઢારીયા(ઉર્ફે-ચકાભાઈ મીસ્ત્રી) એ પોતાનુ એચ.એફ.ડીલક્ષ જી.જે.૦૧ એસટી ૦૧૬૧ મોટરસાઈકલ પાર્ક કરીને બાજુમાં આવેલી દુકાનમાં બેઠા હતા.અંદાજે અડધા કલાક બાદ તેવો ત્યાથી બહાર આવતા ત્યા તેમનુ મોટરસાઈકલ હતુ નહી.તેમણે તાત્કાલિક તપાસ કરી અને રાણપુર પોલીસ ને જાણ કરી પોલીસ દ્વારા તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો

  .જોકે આ શખ્સે મોઢે રૂમાલ બાંધ્યો હોવાથી ઓળખ થઈ શકી નહી.રાણપુરમાંથી ધોળા દિવસે મેઈન બજારમાંથી મોટરસાઈકલ ની ચોરી થયાની જાણ રાણપુરમાં વાયુવેગે ફેલાતા સમગ્ર રાણપુરમાં ચકચાર મચી ગઈ હતી. 

  ત્રીકમપરા વિસ્તાર મોટરસાઈકલ ની ચોરી કરતા તત્વો માટે એ.પી.સેન્ટર બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.અગાઉ આ વિસ્તારમાંથી ત્રણ મોટરસાઈકલ ચોરાઈ ગયા છે ત્યારે  વધુ એક મોટરસાઈકલ ની એજ વિસ્તારમાંથી ચોરી થતા આ બાબતે ભાવીનભાઈ મનસુખભાઈ પઢારીયા(ઉર્ફે-ચકાભાઈ મીસ્ત્રી)એ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાંવતા પોલીસે મોટરસાઈકલ ચોરી ગયેલા શખ્સ ને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે

(12:46 pm IST)