Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

નવસારી રેલવે સ્ટેશન પાસે મહિલાઓનો હલ્લાબોલ : ઈન્ટરસિટી ટ્રેન રોકી કર્યો વિરોધ:ડબ્બા વધારવા માંગ

જ્યાં સુંધી મહિલાઓ માટે 3 ડબ્બાઓની જોગવાઈ નહીં થાય ત્યાં સુંધી અમે રોકીશું ટ્રેન

નવસારી રેલવે સ્ટેશન પાસે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરાયો હતો અને ઈન્ટરસિટી ટ્રેન રોકવામાં આવી હતી. ઈન્ટરસિટી ટ્રેન બદલાતા મહિલા કોચમાં ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. મહિલાઓને નડતી ભીડભાડ અને કનડગત ના પગલે, ટ્રેનના ડબ્બા વધારવાની માંગના પગલે ઈન્ટરસિટી ટ્રેન રોકવામાં આવી હતી.

   મહિલાઓ દ્વારા ઈન્ટરસિટી ટ્રેન અટકાવી દેતા રેલવે અધિકારીઓની દોડધામ વધી ગઈ હતી. ઈન્ટરસિટી ટ્રેન બદલતા મહિલા ડબ્બા ઘટાડવામાં આવ્યા હતા. જેને પગલે 10 દિવસથી મહિલા ડબ્બાઓ વધારવા માંગ કરવામાં આવી રહી હતી. જોકે, મહિલા ડબ્બાઓ વધારવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી. અને આજે નવસારી રેલવે સ્ટેશન પર ઈન્ટસિટી ટ્રેન અટકાવી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો

(12:26 pm IST)