Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મેવાણીને થાય તે કરી લેવા ભાજપ સાંસદ કિરીટ સોલંકીનો પડકારઃ ફુલહાર અચૂક થશે જ

મેવાણી કોંગ્રેસ સાથે રહીને સમાજમાં વર્ગવિગ્રહ કરાવી રહ્યા છેઃ નિતીનભાઇ

અમદાવાદ તા. ૧૦ :અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિના દિવસે ભાજપના કોઈપણ નેતાને બાબાસાબેહની પ્રતિમા પર ફૂલહાર નહીં કરવા દેવા ચીમકી ઉચ્ચારી છે. ત્યારે રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલેઙ્ગ કહ્યું કે જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ સાથે રહીને સમાજમાં વર્ગવિગ્રહ કરાવી રહ્યા છે.

ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ જિજ્ઞેશ મેવાણીની ચીમકી સામે પડકાર આપીને કહ્યું કે તેમને જે કરવું હોય તે કરી લે. કિરીટ સોલંકી ભાજપના કાર્યકરો સાથે અમદાવાદમાં સાળંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે.

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં દલિતો પર અત્યાચારના અનેક કિસ્સા સામે આવ્યા છે. સુપ્રીમે કાયદામાં કરેલા ફેરફાર બાદ ભાજપ સરકાર સામે દલિતોનો રોષ ફાટી નીકળ્યો છે. જેની અસર આગામી ચૂંટણી પર થઇ શકે છે. પરંતુ ભાજપ સરકારનું કહેવું છે દલિતોનો વિકાસ ભાજપના શાસનમાં થયો છે.

દલિત અત્યાચારના મુદ્દે કોંગ્રેસ ખુલીને મેદાનમાં આવી ગઈ છે. દેશભરમાં કોંગ્રેસે ધરણા યોજી સરકાર સામે અવાજ બુલંદ કર્યો છે. દેશભરમાં દલિતના મતો કોઇપણ પાર્ટીને સત્તા સુધી પહોચાડી શકે એટલા છે. પરંતુ દલિતોનો વિકાસ હજી સુધી થયો નથી એ હકીકત છે. પણ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ભાજપના સ્થાપના દિને જણાવ્યું હતું કે દલિતોનો વિકાસ ભાજપની સરકારમાં થયો છે. આંબેડકર સાથે કોંગ્રેસે અન્યાય કર્યો હતો.

ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટીદારોએ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપથી મોઢું ફેરવી લીધું છે. જેને લઈને ભાજપને ફટકો પડ્યો છે. તો ખેડૂતો પણ નારાજ છે એ હકીકત છે. ભાજપને જો ગત ચૂંટણીની જેમ લોકસભાની ૨૬ સીટો જીતવી હોય તો દલિતો અને મુસ્લિમ મતદારોને રીઝવવા જરૂરી બને. જેને લઈને ભાજપનો ઝોક હવે દલિતો અને મુસ્લિમો તરફ વધારેઙ્ગ છે. મુસ્લિમ પ્રત્યેનું મુખ્યપ્રધાનનું આ નિવેદન પણ સાંભળો તો સમજાઈ જશે.

છેલ્લા ઘણા સમયથી દેશમાં અનેક સમાજ કેન્દ્ર સરકારથી નારાજ છે. ખેડૂતો પણ પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. જેનો સીધો લાભ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મળી શકે છે. જેથી ભાજપે અત્યારથી સૌથી મોટી વોટબેંકને રીઝવવા કવાયત શરુ કરી હોય તેવું લાગી રહ્યું છે.

(5:02 pm IST)