Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બી ટેક અને એમ ટેકના કોર્ષમાં પ્રવેશ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો રક્ષાશક્તિ યુનિવર્સિટીને ઝટકો ગ્રેટ--- તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોએ એસીપીસીની ભલામણ પ્રમાણે જ પ્રવેશ આપવો પડશે

 

અમદાવાદ ;બી ટેક અને એમ ટેકના કોર્ષમાં પ્રવેશ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રક્ષાશક્તિ યુનિવર્સિટીને ઝટકો આપ્યો છે.હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલતા તમામ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે તમામ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોએ એસીપીસીની ભલામણ પ્રમાણે પ્રવેશ આપવો પડશે.

   પ્રોફેશનલ કોર્ષ ચલાવતી યુનિવર્સિટીઓ પ્રવેશ પ્રક્રિયામાં મનમાની કરી શકે તેમ હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી રહી હોવા અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે પ્રવેશ પ્રક્રિયા એસીપીસી દ્વારા થવી જોઇએ. પરંતુ રક્ષાશક્તિ યુનિવર્સિટી પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી રહી છે

(12:22 am IST)