Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

મહેસાણા પોલીસને સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈનનું પાલન નહીં કરવા મુદ્દે નોટિસ

 

મહેસાણાઃસુપ્રીમ કોર્ટની તાજેતરની એટ્રોસિટી અંગેની નવી ગાઈડ લાઈનનું સખતાઈપૂર્વક પાલન કરાવવાનું શરૂ કર્યું છે.ત્યારે મહેસાણા પોલીસને સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈનનું પાલન નહીં કરવા મુદ્દે વિસનગર સેશન્સ કોર્ટે નોટિસ ફટકારી છે. પોલીસ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ કેમ નોંધવો તે અંગે પણ કારણ દર્શક નોટિસ ફટકારી છે.

 

   વિસનગર સેશન્સ કોર્ટે સખતાઈ ત્યારે દર્શાવી કે જ્યારે મહેસાણાનાં પોલીસ તપાસ અધિકારી જે.આર. વાઘેલા એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલાં એક આરોપીનાં રિમાન્ડ મેળવવા કોર્ટમાં ગયાં હતાં.

જો કે તપાસ અધિકારીએ આરોપીનાં રિમાન્ડ માગતાં કોર્ટે સામે પક્ષે પોલીસની જ ઝાટકણી કાઢી હતી અને સુપ્રીમ કોર્ટનાં તાજેતરનાં એટ્રોસિટી અંગેનાં ચુકાદાની અને ગાઈડ લાઈનની યાદ અપાવી હતી

(12:21 am IST)