Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

અગાઉની અદાવતમાં ઠાસરા નજીકના ઢુણાદરાના ઈસમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી

ઠાસરા:તાલુકાના ઢુણાદરાનાં ઈસમને અગાઉ થયેલ ચોરી કર્યાનો વહેમ રાખી ચાર ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના ચાંપાકૂઈમાં રહેતા પ્રવિણભાઈ નાનાભાઈ પરમારે ગત તા. ૫-૪-૨૦૧૮ની મધરાત્રે એક વાગ્યાના સુમારે અગાઉ થયેલ ચોરીનો વહેમ રાખી રોહિતભાઈ રામાભાઈ વાઘેલા (રે. ઢુણદરા)ને ગમે તેમ ગાળો બોલી હોકી મારી ડાબા હાથના કાંડા ઉપર ઈજા કરી હતી. તેમજ બરડામાં ઝાપોટ મારી હતી. જ્યારે અન્ય ત્રણ ઈસમોએ ગડદાપાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે રોહિતભાઈ રામાભાઈ વાઘેલાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે પ્રવિણભાઈ નાનાભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ પ્રવિણભાઈ, ભલાભાઈ કાભઈભાઈ તેમજ દિનેશભાઈ રમણભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(7:50 pm IST)