Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ઘરની મુખ્ય કમાતી વ્યકિતને જેલ સજા થાય તો સરકાર એના પરિવારને રપ૦૦૦ સહાય આપશે

કેદી સહાય યોજનામાં અઢીગણો વધારો

રાજકોટ, તા. ૧૦ :સરકારે કેદી સહાય યોજનાની રકમમાં વધારો કર્યો છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા. ૬ એપ્રિલ-ર૦૧૮ના રોજ સેકશન અધિકારી જી.બી. વણઝારાની સહીથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા હેઠળ ગુનેગાર વ્યકિતઓ જે કોઇ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી રહ્યાં હોય, પરંતુ કુટુંબમાં તેઓ જ એર્કીમાત્ર કે મુખ્ય કમાતી વ્યકિત હોય અને તેમના જેલમાં જવાથી તેમના કુટુંબ પર આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવ માટે બીજો કોઇ સહારો ન હોય તેવા કિસ્સામાં તેમનું કુટુંબ છીન્ન-ભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય આપવાની યોજના સમગ્ર રાજયમાં લાગુ છે.

આ સહાયની યોજનાની જોગવાઇ મુજબ આવક મર્યાદા શહેરી વિસ્તારમાં રૂ. ૧,પ૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,ર૦,૦૦૦/- રાખવામાં આવેલ છે.

પુખ્ત વિચારણાને અંતે નિયામકશ્રી, સમાજ સુરક્ષાના વંચાણે લીધેલ કઃ(ર) પરના પત્રથી કરવામાં આવેલ દરખાસ્ત અન્વયે સમાજ સુરક્ષા ખાતા હેઠળની કેદી સહાય યોજનાની રકમ રૂ. ૧૦,૦૦૦/-(દશ હજાર)થી વધારી રૂ. રપ,૦૦૦/- (પચીસ હજાર પુરા)ની કરવા માટે કુલ રૂ. ૩૦,૦૦,૦૦૦/- ત્રીસ લાખ પુરા)ની પ્રસ્તુત નવી બાબતને વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

(4:39 pm IST)