Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

હાર્દિક પટેલના જામીન રદ્દ કરવા સેશન્સ કોર્ટમાં અરજીઃ ૧૯મીઅે વધુ સુનાવણી

અમદાવાદઃ અમદાવાદમાં વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ મામલે પોલીસે હાર્દીક પટેલના જામીન રદ્દ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા સમય માંગતા વધુ સુનાવણી 19 એપ્રિલે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, પરેશ પટેલના ઘરમાં જ્યારે તોડફોડ થઇ હતી ત્યારે કોર્ટે રામોલ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે હાર્દિકને જામીન આપ્યા હતા. પરંતુ હાર્દિક પટેલે શરત ભંગ કરતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે તેવી માંગ સાથે પોલીસે હાર્દિકના જામીન રદ કરવાની અરજી કરી છે.

(8:29 pm IST)