Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારોની યાદી તૈયાર

8474 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ :ડાંગ જિલ્લા તથા નવસારી જિલ્લાની યાદી જાહેર

 

અમદાવાદ : આગામી 28મી ફ્રેબુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે પૂર્ણ થઇ છે. ભાજપ દ્વારા ચૂંટણીના 8474 ઉમેદવારોની પસંદગી કરીને તમામ જિલ્લા કક્ષાએ ઉમેદવારોની યાદી મોકલવાનું નક્કી કરાયું છે. જે તે જિલ્લા તરફથી ઉમેદવારોની યાદીઓ જાહેર કરવામાં આવશે. આજે ડાંગ તથા નવસારીના ઉમેદવારોની યાદી જાહેર થઇ છે. તબક્કાવાર દરેક જિલ્લા તરફથી યાદીઓ જાહેર કરવામાં આવશે

ગુજરાતની મહાનગરપાલિકાના 349 વોર્ડની 9050 ઉમેદવારોના નામની યાદીઓ જાહેર કરાઇ હતી. ત્યારબાદ 31 જિલ્લા પંચાયતની 980, 231 તાલુકા પંચાયતની 4774 અને 81 નગરપાલિકાની 2720 એમ કુલ મળીને 8474 બેઠકોની આગામી તા. 28મી ફ્રેબુઆરીના રોજ બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ તરફથી 7 ફેબ્રુઆરીથી 10મી ફ્રેબ્રુઆરી મતલબ કે ચાર દિવસ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં શરૂ કરાઇ હતી

વખતે પાર્લામેન્ટરી બોર્ડના 13 સભ્યોને ચાર ઝોનમાં વહેચીં નાખવામાં આવ્યા હતા. ઝોનમાં આવતાં જિલ્લાઓની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવાની એકસાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસની બેઠકમાં તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા સાંસદ અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર જી યાદવ પણ ખાસ હાજર રહ્યા હતા

ચાર દિવસ મટે ચાલેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો અને સંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રદેશના પદાધિકારીઓએ પણ અનુક્રમે પ્રભારી ક્ષેત્ર મુજબ હાજરી આપીને ઉમેદવારોની યાદી પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો

આજે બેઠક સંપન્ન થવા પામી હતી. બેઠકમાં ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી પુરી થઇ હતી. ઉમેદવારોની યાદીઓ જિલ્લા સ્તરે જાહેર કરવાનું નક્કી કરાયું હતું. તે મુજબ દરેક જિલ્લાઓને તેમના વિસ્તારના જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારોની યાદી પ્રદેશ કાર્યાલય ખાતેથી મોકલી આપવામાં આવશે. તેઓ તેમના જિલ્લામાંથી તેમના ઉમેદવારોની યાદીઓ જાહેર કરશે. જેના ભાગરૂપે આજે ડાંગ તથા નવસારી જિલ્લા તથા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હતી. અમદાવાદ જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓની આવતીકાલે તા.11મીના રોજ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

 

(12:19 am IST)
  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST