Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ શંકરભાઇ પટેલનું નિધન: ઘેરા શોકની લાગણી

ગ્રીન એન્વાર્યમેન્ટ કો.ઓપરેટીવ સોસાયટી લિમિટેડના પ્રમુખ હતા

અમદાવાદ :ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ અને ગ્રીન એન્વાર્યમેન્ટ વટવા સ્થિત સંસ્થાના પ્રમુખ તેમ જ વિવિધ સંસ્થાઓ સાથે લાંબા સમયથી સક્રિય રીતે સંકળાયેલા શંકરભાઇ પટેલનું આજે તા. 10મી ફ્રેબુઆરીના રોજ દુખદ અવસાન થયું છે. તેમના નિધન અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

વેપાર – ઉદ્યોગના ભિષ્મપિતામહ તરીકે જાણીતા શંકરભાઇ પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( જીસીસીઆઇ ) ના વર્ષ 2013-14માં પ્રમુખ તરીકે વેપાર – ઉદ્યોગ માટે પ્રસંશનીય સેવાઓ બજાવી હતી. ચેમ્બરના પ્રમુખ તરીકે શેરીંગ, ઇનવોલીંગ અને ડેવલોપીંગ તેમનો ધ્યેય હતો. તેમણે ગુજરાતના તમામ જિલ્લા તથા તમામ તાલુકાને ચેમ્બરના કાર્યક્ષેત્રમાં સક્રિય બનાવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતની ચેમ્બરોની અને એસોસીએશનો સાથે સંપર્ક વધુ મજબૂત કર્યા હતા

 . આ ઉપરાંત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી ( સીએસઆર ) માત્ર કાયદાકીય જરૂરિયાત નથી. પણ દરેક કોર્પોરેટની નૈતિક ફરજ છે તેને અવિભાજિત અંગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેની ગુજરાત ચેમ્બર કુતગ્નાપૂર્વક નોંધ લે છે.

(12:13 am IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST