Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પુણ્યતિથિ નિમિત્તે : રાજપીપળા ખાતે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા 150 જેવા દરિદ્રનારાયણોને નાસ્તાનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની સેવાભાવી શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા અવાર નવાર જરૂરિયાતમંદો ની તકલીફ માં સહભાગી થતી આવી હોય જેમાં એચઆઇવી,કેન્સર પીડિતો, વિધવાઓ સહિતનાઓને કપડાં,રેશન કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરતી હોય આજે રાજપીપળા નિવાસી સ્વ.જે.ડી.પટેલ(LIC,Deo)ની પુણ્યતિથિ હોય તે નિમિત્તે રાજપીપળા ખાતે ૧૫૦ જેવા દરિદ્રનારાયણોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાના કલ્પેશભાઈ મહાજન, રાકેશભાઈ પંચોલી તેમજ કમલેશભાઈ ચૌહાણ સાહિતનાઓએ આ સેવા પૂરી પાડી હતી

(10:43 pm IST)
  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST