Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોરોના સંક્રમણનો ખતરો : રાજપીપળા એસટી ડેપોમાં સાંજના સમયે ટોળે વળતા શાળાના વિદ્યાર્થીઓ પર લગામ જરૂરી

શહેરમાં શાળાઓ શરૂ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ બપોર બાદ ડેપો માં કોવિડ-૧૯ ના નિયમના પાલન વગર રખડતા જોવા મળે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધઘટ જોવા મળે છે તંત્ર આ બાબતે તકેદારી રાખે છે પરંતુ હાલ શરૂ થયેલી શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા રાજપીપળામાં આવતા અસંખ્ય વિદ્યાર્થીઓ બાબતે શાળા સંચાલકો તો ચિંતિત છે અને વાલીઓની સંમતિ બાદ શાળામાં પ્રવેશ અપાઈ છે તેમજ શાળાઓમાં પણ કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્ત પાલન થાય છે પરંતુ શાળામાંથી નીકળ્યા બાદ મોટા ભાગના ગામડાના વિદ્યાર્થીઓ રાજપીપળા એસટી ડેપોમાં ટોળા વળી બેઠા હોય તેમના મોઢે માસ્ક નથી જોવા મળતું કે નથી સોસીયલ ડિસ્ટન્સ નું પાલન થતું ત્યારે આવી પરિસ્થિતિમાં  રાજપીપળા સહિત આસપાસના ગામોમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા ઓ જણાઈ રહી હોય તેવી સ્થિતિમાં શાળા સંચાલકો, વાલીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓએ યોગ્ય પગલાં લઈ વિદ્યાર્થીઓને જરૂરી સૂચના આપવી જોઈએ તેમ લાગી રહ્યું છે

(10:42 pm IST)