Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

બુધવારે ત્રીજા દિવસે જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧,નાંદોદ તાલુકા પંચાયતની બેઠકો માટે ૪ અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ ઉમેદવારી નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧ ઉમેદવારી નોંધાઈ છે,જ્યારે નાંદોદ તાલુકા પંચાયતની ભદામ, પોઇચા,શહેરાવ અને વાઘેથા સહિતની બેઠકો માટે કુલ-૪ તેમજ સાગબારા તાલુકા પંચાયતની દેવસાકી,ખોપી અને ઉભારીયા સહિતની બેઠકો માટે કુલ-૩ ઉમેદવારી નોંધાઇ છે. તેમજ  રાજપીપલા નગરપાલિકાના વિવિધ વોર્ડની બેઠકો માટે કુલ-૧૪ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે

(10:36 pm IST)