Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ત્રણ દિવસમાં કુલ-28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

પ્રથમ દિવસે-૩,બીજા દિવસે-૧૧ અને ત્રીજા દિવસે-૧૪ મળી કુલ-૨૮ ઉમેદવારોએ ઉમેદવારી કરી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગર પાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હોય પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે બીજા બીજા દિવસે 11 ઉમેદવારો અને આજે ત્રીજા દિવસે 14 ઉમેદવારો મળી ત્રણ દિવસમાં કુલ-28 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું રાજપીપળા પાલિકા મુખ્ય ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું.ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી છે માટે આ અંતિમ દિવસે બપોરે 3.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરાશે.

(10:34 pm IST)
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST