Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ઉર્જા થીમ પર સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ યોજાશે

તેલ ઉદ્યોગ-તેની જાહેર ક્ષેત્રની કંપની દ્વારા આયોજન : ભવિષ્યમાં કેરોસિન મુક્ત રાજ્યો તેમજ ગેસ કનેકશન્સ વધારવાથી કેરોસિનની ખેંચ ઘટાડવા કંપનીઓનું આયોજન

અમદાવાદ,તા.૧૦ : ઓઈલ અને ગેસ સંરક્ષણ સામૂહિક સભાનતા ઝુંબેશ સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ૨૦૨૧ તા. ૧૬ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન યોજાઈ રહ્યો છે. સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ ૨૦૨૧નું આયોજન તેલ ઉદ્યોગ અને તેની જાહેર ક્ષેત્રની કંપનીઓ જેમકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ  કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., અને ગેઈલ લિ. દ્વારા પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન (પીસીઆરએ)નાં સહયોગમાં કરવામાં આવે છે. સક્ષમ ૨૦૨૧ની થીમ હરિત અને સ્વચ્છ ઉર્જા છે. કારણ કે દેશમાં તેલ અને ગેસનાં સંરક્ષણની તાતી જરૂરિયાત છે, જેથી તેના ફાયદાઓ ભવિષ્યમાં આવનારી પેઢીને આપી શકાય. સક્ષમ ૨૦૨૧નાં ભાગરૂપે તેલ કંપનીઓ અને પીસીઆરએ દ્વારા તેલ અને ગેસનાં સંરક્ષણ માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. આ યોજનાઓ અનુસાર ભવિષ્યમાં કેરોસિન મુક્ત રાજ્યો હશે અને વધારેલા કનેકશન્સને કારણે કેરોસિનની ખેંચ ઘટશે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાને કેરોસિનમુક્ત જાહેર કર્યા છે. બળતણ અસરકારકતામાં આ સિસ્ટમ દ્વારા પ્રત્યેક નાગરિક પોષાય તેવા ભાવોમાં પ્રદૂષણમુક્ત બળતણ મેળવશે અને બળતણનો બગાડ અંકુશમાં આવશે. પાઈપલાઈન ગેસનાં વપરાશ દ્વારા ઘરેલું ઊર્જાની માંગ પણ ઘટશે. સ્વચ્છ પર્યાવરણ પરંપરાગત સ્ત્રોતો જ્યારે ઘટી રહ્યાં છે ત્યારે ડીફોરેસ્ટેશનને અટકાવીને કુદરતી ગેસનો સ્ત્રોત આશિર્વાદરૂપે માની શકાય છે. પર્યાવરણનાં જતન માટે દૃઢ આયોજન કરવામાં આવ્યું છે. હાઈડ્રોજનને એચ-સીએનજીમાં ઉમેરવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં તે વૈકલ્પિક બળતણ તરીકે વાપરી શકાય. તેનાથી પરંપરાગત બળતણોનાં વપરાશ ઘટતાં હાઈડ્રોજનનો રિન્યુએબલ એનર્જી તરીકેનો કાર્યક્રમ વધુ મજબૂત બનશે. આ સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ થતાં વધુ પરંપરાગત બળતણોની બચત થશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) દ્વારા ગરીબ મહિલાઓને રાંધતી વખતે બળેલા કોલસા, લાકડા અને અન્ય અસ્વચ્છ બળતણોથી મુક્ત કરીને સ્વચ્છ ઈંધણ પુરુ પડવાની યોજના છે. દેશભરમાં આઠ કરોડથી પણ વધુ એલપીજી કનેકશન્સ પૂરા પાડવામાં આવ્યા છે. ભારત સરકાર પણ એનર્જી ડિપ્લોમસી દ્વારા અન્ય દેશોમાં રોકાણ કરીને બંનેને ફાયદો થાય તેવા સંબંધો કેળવી રહી છે. આજે ઈન્ડિયન ઓઈલ અને ગેસ પીએસયુઓએ વિદેશોમાં રોકાણ કરીને ગુણવત્તાસભર તેલ અને ગેસ એસેટ્સ હાંસલ કરવાની નિપૂણતા હસ્તગત કરી છે.

(9:13 pm IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST