Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ સંદર્ભે શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે

અમદાવાદ : રાજ્યની ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્ય એકમોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી માટેનું મતદાન તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાશે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં. જે કોઇ માલિક જોગવાઇ વિરુધ્ધનું વર્તન કરશે તે દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ રાજ્યના શ્રમ આયુક્તની યાદીમાં જણાવાયું છે.

(7:16 pm IST)