Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

તલોદ તાલુકાના દોલતાબાદમાં ભારવાહક ટ્રક ઇકો ગાડીની સાઈડ કાપવા જતા પલટાઈ જતા ગોઝારો અકસ્માત:ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તલોદ:તાલુકાના દોલતાબાદ (ગણેશપુરા) પંથકમાંથી પસાર થતી એક ભારવાહક ટ્રક ઇકો ગાડીની સાઈડ કાપવા જતાં પલટી ખાઈ ગઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી ૧૦૮ દ્વારા તેને તલોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ને સાંકળતા તલોદ-મજરા રોડ ઉપર આજે મધ્યાહન ટાણે થયેલા અકસ્માતમાં મોટી જાનહાનિ થવા પામી નથી.

તલોદ મજરા રોડ ઉપરથી અમૂલ પાવડરનો ટનબંધ જથ્થો લઈને પસાર થઈ રહેલી એક ભરવાહક ટ્રક એક ઇકો ગાડીની સાઇડ કાપવા જતી હતી ત્યારે ટ્રકના ચાલકે કથિત ગફલત અને બેદરકારી દાખવતાં ટ્રક રોડ સાઇડમાં પલટી ખાઈ જઈ પડી હતી જેથી ટ્રકમાં ભરેલો અમૂર ડેરીના ઉત્પાદનનો લાખોની મતાનો માલ રોડ પર ઠલવાઈ ગયો હતો. ટ્રકના ચાલકને સામાન્ય ઇજા થઈ હતી અને તેને રેફરલ હોસ્પિટલ તલોદ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે લોકટોળા એકઠા થયા હતા.

(5:21 pm IST)