Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં સગીરાને ભગાડી જનાર આરોપીને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

સાંબરકઠા :જિલ્લાના તલોદ પશુ દવાખાનાની સામે રહેતા આરોપી મનુસિંહ કાન્તીસિંહ પરમાર આજથી પાંચ મહિના પહેલા મહુધા તાલુકાની એક સગીરાને ભગાડી ગયો હતો.સગીરાને લલચાવી અપહરણ કરી પોતાના રહેણાંક મકાનમાં ગત તા.૫-૯-૨૦૨૦ થી ગત તા.૧૧-૯-૨૦ સુધી રાખી હતી.આ સમય દરમ્યાન આરોપી મનુસિંહે એક થી વધુવાર બળાત્કાર કર્યો હતો.આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ આ કેસ નડિયાદ પોકસો કોર્ટમાં ચાલી જતા  સરકારી વકીલે આ બનાવ સંદર્ભે ચૌદ પુરાવા અને કુલ ઓગણીસ દસ્તાવેજી પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતા.કોર્ટ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મનુસિંહ કાન્તીસિંહ પરમારને વિવિધ સજાનો હુકમ કરી તકસીરવાન ઠેરવ્યો હતો.જેમાં કોર્ટે આરોપીને મનુસિંહ પરમાર ઇ. પી. કો કલમ૩૬૩ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬(૨)(૩)(એન) ના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા,પોક્સો એકટની કલમ-છ ના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો છે.

(5:19 pm IST)