Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

અમદાવાદના યુવકે વડોદરાની મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચરતા અરેરાટી

વડોદરા: શહેરની મહિલાએ અમદાવાદના યુવક સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ યુવકે મહિલાને નિમેટા લઈ જઇ ચાલુ કારમાં ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી મહિલાના પતિ છેલ્લા આઠ મહિનાથી સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં સજા કાપી રહ્યા છે અને સંતાનમાં તેઓને  એક પુત્ર અને એક પુત્રી છે.

બે મહિના અગાઉ  અમદાવાદ ખાતે રહેતા આયુષ પાંડે નામના વ્યક્તિએ મહિલાના ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાતા વાતચીત શરૂ થઈ હતી. ગઈકાલે આયુ સે જણાવ્યું હતું કે, હું વડોદરા આવવાનો છું તને ફોન કરીશ ત્યારબાદ મહિલા યુવકની સાથે કારમાં અમિતનગર સર્કલથી આજવા સર્કલ તરફ જવા નીકળી હતી.

ચાલુ કારમાં આયુષ પાંડેએ મહિલાને પાણીની બોટલ આપી હતી જે પિતા જ મહિલાને ચક્કર આવવાના શરૂ થયા હતા અને છરીની અણીએ મહિલાને ચૂપચાપ બેસાડી આયુષ કારને નિમેટા તરફ લઈ ગયો હતો અને ખુલ્લા ખેતરમાં  મહિલાની મરજી વિરુદ્ધ  કારમાં શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

(5:16 pm IST)
  • જહોન્સન એન્ડ જહોન્સનને ભારતમાં વેકિસન બનાવવી છે ભારતે કહ્યુ છે કે જહોન્સન એન્ડ જહોન્સન કંપની ભારતમાં તેની કોવિડ વેકસીનનું ઉત્પાદન કરવા માંગે છે access_time 10:15 am IST

  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST