Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વડોદરા શહેરમાં હેલ્થ કેર વર્કર્સનું રસીકરણનું કામ પૂર્ણ થયું હોવાની માહિતી

વડોદરા:શહેરમાં મોટાભાગના હેલ્થ કેર વર્કર્સનું રસીકરણનું કામ પૂરું થયું છે અને હવે ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણનું કામ ચાલી રહ્યું છે. જો કે પચાસ વર્ષથી વધુ વયના અને જુદી જુદી ગંભીર બીમારી ધરાવતા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી ક્યારે આપવી તેની ગાઈડલાઈન સરકારે હજી આપી નથી.

રસીકરણ માટે અગાઉ વડોદરામાં સર્વે હાથ ધરાયો હતો જેમાં આશરે 2 લાખ 90 હજાર લોકો નોંધાયા હતા. જેમાં 50 વર્ષથી વધુ ઉમરની વય ધરાવતા આશરે 2 લાખ 65 હજાર નોંધાયા હતા જ્યારે ગંભીર બીમારીઓ ધરાવતા 50 વર્ષથી પછી ઉંમર ધરાવતા આશરે 14 હજારની નોંધણી થઇ હતી.

શહેરમાં મેડિકલ અને પેરામેડિકલ તથા હેલ્થ કેર વર્કર્સની સંખ્યા 17117 નોંધાઇ હતી અને એ પછી સર્વેમાં સંખ્યા વધી હતી. ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર આશરે 15,000 છે. આમાં હેલ્થ કેર વર્કર્સ 18142 રસી લઈ લીધી છે. જેમાં સરકારી 5054 અને ખાનગી 13088 છે, જ્યારે ફ્રન્ટલાઈન વર્કર 7606 એ રસી લઈ લીધી છે. 

(5:14 pm IST)