Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

નડિયાદમાં પત્‍નીના ચારિત્ર્યની શંકામાં અબ્‍દુલ કાદર નવસાદને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને આજીવન કેદની સજા

નડિયાદ: શંકાનો કીડો જ્યારે મગમાં ઘૂસેને ત્યારે સબંધોનો નાસ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના નડીયાદમાં બની હતી. શહેરમાં નવસાદમીયા નામના વ્યક્તિને તેની પત્નિના ચારીત્ર પર શંકા હતી. જેથી તેણે અબ્દુલ કાદર નામના વ્યક્તિને રાત્રીના સમયે પોતાની દુકાન પર બોલાવ્યો. બંને વચ્ચે શંકાના કીડાએ એવો તો ઝઘડો કરાવ્યો કે, ઉશ્કેરાયેલા અબુદલ કાદરે નવસાદને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાકી હતી. ક્રૃરતાથી ભરી આ મર્ડર મીસ્ટ્રીનો કેસ નડિયાયદ કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

નડિયાદ કોર્ટમાંથી જેલમાં જઇ રહેલ આ આરોપી છે. અબ્દુલકાદર મહંમદહનીફ મલેક. નડિયાદનના ગાજીપુરવાડામાં રહેતા અબ્દુલે 29 ઓગસ્ટ 2018ના રોજ પોતાના જ મીત્ર નવસાદની હત્યા કરી નાખી હતી. કારણ હતુ શંકાનો કીડો. નવસાદને અબ્દુલ પર શંકા હતી કે, તે તેની પત્ની સાથે આડા સબંધ ધરાવે છે. પત્નિ સાથે અવાર નવાર આ બાબતે ઝઘડતા નવસાદે 29 ઓગસ્ટના રોજ નક્કી કરી લીધુ હતુ કે, તે અબ્દુલને આ બાબતે ઠપકો આપશે. જેથી તેણે અબ્દુલને પોતાની દુકાનો બોલાવ્યો હતો. નિડયાદના ખોડીયાર ગરનાળા પાસે નવસાદની દુકાન પર રાત્રીના 10 વાગ્યે બંને ભેગા થયા હતા.

જ્યા આડા સબંધોને લઇ બંને વચ્ચે ખુબ જ બોલાચાલી થઇ હતી. અને ઝઘડો એટલોતો ઉગ્ર બની ગયો હતો કે, અબ્દુલે દુકાનમાં પડેલ તિક્ષ્ણ હથીયાર લઇ નવસાદના શરીર પર 18 ઘા કરી નાખ્યા હતા. આ ઘટનામાં નવસાદનું આખુ શરીર લોહીથી લથબથ થઇ ગયું હતું. તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનાની જાણ નિડયાદ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેઓએ ઘટનાનું નીરીક્ષણ કરી ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલકાદરને ઝડપી પાડ્યો હતો.

સમગ્ર ઘટનાનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ એલ.સી.પીરઝાદાએ આરોપી અબ્દુલ કાદરને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે 15 જેટલા સાહેદો તેમજ 33 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા. જેનો અભ્યાસ કર્યા બાદ કોર્ટ દ્વારા આરોપીને સખતમાં સખત સજા સંભળાવવામાં આવી છે. નડિયયાદના બજારમાં 2018માં બનેલી ઘટનાના એ દ્રસ્યો આજે પણ લોકોના દીમાગમાં તાજા છે, ત્યારે કોર્ટ દ્વારા સંભળાવેલ આ સજા ગુનેગારો માટે દાખલારૂપ બની રહેશે.

(4:54 pm IST)
  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST